વાપીથી ટેમ્પામાં અમદાવાદ બિલ વગર લઈ જવાતો રૂપિયા 16.83 લાખનાં ગુટખા ભરેલો ટેમ્પો વલસાડ એલ.સી.બી.એ વલસાડનાં ગુંદલાવ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી અમદાવાદનો ટેમ્પો ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ, વલસાડ એલ.સી.બી.ની ટીમે વાપીથી ટેમ્પામાં ગુટખાનો મોટા પ્રમાણમાં જથ્થો અમદાવાદ લઈ જવાતો હોવાની બાતમી આધારે વલસાડનાં ગુંદલાવ ચાર રસ્તા હાઇવે ઓવર બ્રીજ પાસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર GJ/01/HT/3468ને અટકાવી તેની અંદર તપાસ કરતા 55 કોથળામાંથી ગુટખાનો મોટા પ્રમાણમાં બિલ વગરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગુટખાની કિંમત રૂપિયા 16.83 લાખ, 2 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 10,000/- તથા ટેમ્પાની કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ રૂપિયા 21.93 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક અજય વીરસિંગ ઠાકોર અને ક્લીનર જીતેન્દ્ર પ્રભુ લબાણા (બંને રહે.અમદાવાદ, કાલુપુર) ની ધરપકડ કરી છે. બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં 41(1) ડી મુજબ ગુનો નોંધી આગળની તપાસ વલસાડ એલ.સી.બી. કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500