વ્યારા તાલુકાના વિરપુર બાયપાસ પાસેથી ગૌરક્ષકોએ ગેરકાયદેસર પશુઓ ભરીને જતી ટ્રકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતી. ટેમ્પોમાંથી ૧૫ ભેંસો રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા ટ્રક મળી કુલ રૂપિયા ૧૧.૫૦ લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક અને કલીનરની અટક કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારાના વિરપુર પાસેથી ગત તારીખ ૬ના રોજ ટ્રકને અટકાવી ગૌરક્ષકોએ તપાસ કરતા જેમાં મુંગા જાનવરોને લઈ જવામાં આવતા હોવાનું જણાતા ટ્રકને વ્યારા પોલીસ મથકે લાવવામાં આવી હતી.
જયારે ટ્રકમાં ૧૫ જેટલી ભેંસો ગેરકાયદે રીતે વગર પાસ પરમીટે તથા ખીચોખીચ ભરવામાં આવી હતી, ટુંકી દોરીથી કોઈ પણ પ્રાથમિક સુવિધા વિના તેમજ કોઈ સત્તાધારી અધિકારીના પ્રમાણપત્ર વિના પશુઓની હેરાફેરી થતી હોય ટ્રક ચાલક બરકતખાન મહમદખાન પઠાણ (રહે.ઈમામ કુઈ સામે, કસ્બાકડી, જિ.મહેસાણા) તથા કલીનર મહમદભાઇ ગુલાબભાઈ વાઘેલા (રહે.ખ્વાજા પાર્ક કોલોની કડી, જિ.મહેસાણા)ની અટક કરી જેઓ પાસેથી રૂપિયા ૧.૫૦ લાખની ભેંસો, ટ્રક રૂપિયા ૧૦ લાખ મળી કુલ રૂપિયા ૧૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ટ્રકમાં ભેંસો ભરાવી આપનાર ઇલ્યાસમીયાં હસુમીયા મલેક (રહે.મીલન નગર,સામરખા,તા.આણંદ,જિ.આણંદ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે આરોપીઓ સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500