Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં હીરાલાલ સામરિયાને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકેના શપથ લેવડાવ્યા

  • November 06, 2023 

રાજસ્થાનના હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે. દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં હીરાલાલ સામરિયાને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકેના શપથ લેવડાવ્યા. આ માહિતી રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવી છે. હીરાલાલ સામરિયા હાલમાં માહિતી કમિશનર તરીકે ફરજ બજાવે છે.




તેમણે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સચિવ તરીકે પણ કાર્ય કરેલું છે. તેમની સાથે અન્ય બે માહિતી કમિશનરની પણ નિમણૂક કરવામાં આવી છે. આનંદી રામાલિંગમ અને વીકે તિવારીને ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે. હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત CIC બન્યા છે. તેમનો જન્મ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના એક ગામમાં થયો હતો. તેઓ 1985 બેચના IAS અધિકારી છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સવારે યોજાયેલા સમારોહમાં હીરાલાલ સામરિયાને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ગત તારીખ 3 ઓક્ટોબરે વાયકે સિંહાનો કાર્યકાળ પૂરો થતાં ચીફ ઇન્ફોર્મેશન કમિશનરનું પદ ખાલી હતું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application