Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અડાજણ ખાતે સુબચનરામ ઈન્દ્રદેવ પ્રસાદ (નિવૃત્ત IRS)ની અધ્યક્ષતામાં ડૉ બી.આર.આંબેડકરની 132મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

  • April 16, 2023 

ભારતરત્ન અને બંધારણના ઘડવૈયા ડો.બી.આર.આંબેડકરની ૧૩૨મી જન્મજયંતિની વિશ્વભરના બાબાસાહેબના અનુયાયીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સુરતના અડાજણ ખાતે સુબચન રામ ઈન્દ્રદેવ પ્રસાદ (નિવૃત્ત પ્રિન્સિપાલ કમિશનર ઓફ ઈન્કમટેક્સ IRS)ના અધ્યક્ષસ્થાને માહ્યાંવંશી સમાજના સ્નેહ સંકુલ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ હતી. જેમાં બાબાસાહેબના આદર્શ જીવન અને તેમના ઉચ્ચ વિચારો તેમજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સામજિક કામો વિશે વ્યાખ્યાન શ્રેણી યોજાઈ હતી.






આ પ્રસંગે સુબચનરામ ઈન્દ્રદેવ પ્રસાદે જણાવ્યું કે, વિશ્વના ૧૪૦ દેશો બાબાસાહેબની જયંતિની ઉજવણીમાં જોડાયા છે. આપણે માત્ર એમની જન્મ જયંતિ જ નહિ પણ વિચાર જયંતિ ઉજવીએ છીએ. ડો.આંબેડકરે ગુજરાતની ધરતી પરથી બે પ્રેરણાબિંદુ મેળવ્યા હતા. એક છે વિકલ્પ અને બીજો સંકલ્પ. વિકલ્પ એમને ગુજરાતના સયાજીરાવ ગાયકવાડે આપ્યો હતો તેમને વિદેશમાં અભ્યાસ કરવા માટે અને સંકલ્પ વિદેશ અભ્યાસ કરી આવ્યા બાદ તેમના સાથેના વર્તનને કારણે તેઓએ કારણે નાના લોકો પરના ભેદભાવને દૂર કરવામાં અને સમાજના બદલવા માટેનો સંકલ્પ તેમણે લીધો હતો.






વધુમાં તેમણે ડો.આંબેડકરની જન્મજયંતિની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ૩૨થી વધુ ડિગ્રીઓ ધરાવતા બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ, જેમણે પોતાનું જીવન લોકસેવામાં અને સામાન્ય વર્ગો માટે સમર્પિત કરી દીધું. આપણા સમાજને શિક્ષિત બનાવવા માટે અમૂલ્ય યોગદાન આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે આર.જે.પટેલે (નિવૃત્ત IAS) જણાવ્યું કે, ડો.આંબેડકરની જન્મજયંતીને અનુલક્ષીને અમેરિકા જેવા મહાન દેશે આજનો દિવસ શિક્ષણ દિવસ તરીકે જાહેર કર્યો છે. વિશ્વના સૌથી શિક્ષિત વ્યક્તિ, ૩૨ ડિગ્રીધારક એવા બાબાસાહેબ વિશે વાત કરવી એટલે સૂર્યની સામે દીવો સળગાવવા બરાબર ગણાય.






બાબાસાહેબનું લખેલું ભારતનું બંધારણ આખા વિશ્વ માટે અમૂલ્ય ભેટ છે. લશ્કરી તાકાત કરતા પણ બંધારણમાં વધુ તાકાત છે. વીર નર્મદ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ડૉ.અર્જુનભાઈ પટેલે ડૉ.બાબાસાહેના જીવન વિશેની જાણકારી રસપ્રદ બનાવો વિશે સૌને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે સ્નેહ સંકુલ પ્રતિષ્ઠા ટ્રસ્ટના પ્રમુખ ગણપતભાઈ પરમાર, મેને.ટ્રસ્ટી નરેશભાઈ ઉમરાવ, ટ્રસ્ટ મંડળના સભ્ય, સમાજના અગ્રણીઓ, વડીલો, અને યુવાનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application