Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઇમાં 'બેસ્ટ' દ્વારા પહેલી વખત ડબલ ડેકર ઇ-બસ દોડતી કરવામાં આવશે

  • August 04, 2022 

મુંબઇમાં 'બેસ્ટ' દ્વારા પહેલી જ વખત ડબલ ડેકર ઇ-બસ દોડતી કરવામાં આવશે. અત્યાર સુધી બેસ્ટના કાફલામાં માત્ર ડિઝલથી ચાલતી ડબલ ડેકર બસો હતી. આ બસો જૂની થવાથી અને ટ્રાફિક માટે સમસ્યારૃપ બનવાથી તબક્કાવાર ઓછી કરવામાં આવી હતી. 'બેસ્ટ' દ્વારા હવે 900 ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ સામેલ કરવામાં આવશે. આ બસની પ્રોટોટાઇપ આવતા અઠવાડિયે આવી પહોંચશે.




સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ બેસ્ટ દ્વારા ખાનગી કંપની પાસેથી આ ઇ-બસ ભાડેથી લેવામાં આવશે. આ બસ પ્રાયોગિક ધોરણે દોડતી કરવામાં આવશે. લોકોને કેવો પ્રતિસાદ મળે છે, ટ્રાફિકમાં મુશ્કેલી પડે છે કે નહી તેનો તાગ મેળવી બેસ્ટ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application