Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દૂરદર્શનનાં ટીવી સિરિયલોનાં એક્ટર મંગલ ધિલ્લોનનું કેન્સરનાં કારણે અવસાન થતાં ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ

  • June 12, 2023 

દૂરદર્શનનાં સુવર્ણ કાળની 'બુનિયાદ' સહિતની જાણીતી ટીવી સિરિયલોના એક્ટર મંગલ ધિલ્લોનનું કેન્સરના કારણે અવસાન થયું છે. તેમણે લુધિયાણાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રેખા તથા કબીર બેદીની જાણીતી ફિલ્મ 'ખૂન ભરી માંગ' 'દયાવાન', 'જાનશીન' સહિતની કેટલીય ફિલ્મોમાં તેમણે જુદી જુદી ભૂમિકાઓ ભજવી હતી. હિન્દી ઉપરાતં પંજાબી ફિલ્મોમાં પણ તેમણે અભિનેતા તરીકે લોકપ્રિયતા મેળવી હતી. તેમણે પોતાની પ્રોડક્શન કંપની પણ સ્થાપી હતી અને સંખ્યાબંધ પંજાબી ફિલ્મોનું પણ નિર્માણ કર્યું હતું. છેલ્લા કેટલાય સમયથી તેમને કેન્સરનું નિદાન થયું હતું. લાંબા સમયની સારવાર બાદ રવિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ટીવી અને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application