આણંદ શહેરમાં બજાજ રિક્ષામાં ખામી સર્જાતા તેમાં ફોલ્ટ રીપેર નહીં થતા રીક્ષા ચાલક દ્વારા બેન્ડ વાજા સાથે ગધેડા સાથે રીક્ષાને લઈને અમીન ઓટો ડીલરને ત્યાં જઈ વિરોધ પ્રદર્શન કરતા ચકચાર મચી જવા પામી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દાવોલ ગામના કોઠીયાપુરામાં રહેતા સંજયભાઈ ચાવડાએ આણંદની અમીન ઓટોમાંથી સાત માસ પૂર્વે રીક્ષા ખરીદી હતી. પરંતુ રીક્ષા ખરીદ્યા બાદ રિક્ષામાંથી અવાજ આવતો હોવાથી તેઓ દ્વારા વારંવાર ડિલરનાં વર્કશોપમાં રીપેર કરવા લઈ જતા હતા. તેમ છતાં ખામી નહીં સુધરતા આજે રીક્ષા ચાલક દ્વારા રીક્ષા સાથે ગધેડા બાંધી બેન્ડ વાજા સાથે અમીન ઓટો ડીલરમાં જઈને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application