વ્યારા-ડોલવણ માર્ગ પર આવતું ગડત ગામ પાસે એક આઈશર ટેમ્પોના ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું કમકમાટી ભર્યું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.
બાઈક ચાલકનું માથું ફાટી ગયું હતું અને જમણો હાથ તૂટીને ખભા માંથી છૂટો પડી ગયો હતો.
મળતી માહિતી અનુસાર ગુરુવારે મોડી સાંજે સુરત જિલ્લાના મહુવા તાલુકાના મહુવરીયા ગામ ખાડી ફળીયામાં રહેતા વિક્રમ ઉર્ફે ચકો મુકેશભાઈ પટેલ, પોતાની બાઈક નંબર જીજે/21/એએફ/1350 ની લઈને વ્યારા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ગડત ગામની આશ્રમ શાળા પાસે રોડ ઉપર પુર પાટ ઝડપે દોડતા એક આઈશર ટેમ્પો નંબર જીજે/26/ટી/9011 ના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક વિક્રમ પટેલનું માથું ફાટી ગયું હતું અને તેમનો જમણો હાથ તૂટીને ખભા માંથી છૂટો પડી ગયો હતો. જેના કારણે તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
બનાવ અંગે મૃતકના મામા રાજુભાઈ સામાભાઈ ઢોડીયા પટેલની ફરિયાદના આધારે ડોલવણ પોલીસે આઈશર ટેમ્પોના ચાલક વિરુદ્ધ જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500