ડોલવણના કલમકુઈ ગામે ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત વત્સલ આશ્રમશાળા કલમકુઈ માં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 15 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક બની સમગ્ર શાળાનું સંચાલન કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, 5મી સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે 9 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ આચાર્ય, શિક્ષક અને સેવક બની સમગ્ર શાળાનું સ્વયં સંચાલન કર્યું હતું.
બાલ શિક્ષકોએ વર્ગમાં પુરાં આત્મવિશ્વાસ સાથે ખુબ જ ઉત્સાહ થી શિક્ષણ કાર્ય સંભાળ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓને શિક્ષક તરીકેની ફરજ સુંદર રીતે નિભાવવા બદલ શાળા પરિવાર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500