Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ : ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા લાગી આગ,આગની ચપેટમાં આવી જતા બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત

  • December 30, 2020 

ડોલવણના પાઠકવાડી પાસે હાઇવે પર રાત્રે અડચણરૂપ ઉભુ રહેલું ટ્રેક્ટર પાછળ બાઈક ચાલક ભટકતા બાઈક ચાલક યુવક નું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસ ને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

 

 

 

ટ્રેક્ટરના પાછળના ભાગે બાઈક અથડાઇ જતા બાઈક ચાલકને માથામાં કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તે જ સમયે મોટર સાયકલ ટેલર સાથે સ્પાર્ક થતા આગ ફાટી નીકળતા મોટર સાયકલ તેમજ તેનો ચાલક શિવાનંદ ગામીત આગની ચપેટમાં આવી ગયા હતા.

મળતી માહિતી અનુસાર ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામના પટેલ ફળીયામાં આવેલ અમ્રતભાઇ માનસિંગભાઇ ચૌધરી ના ઘરની સામે વ્યારા થી ઉનાઇ તરફ જતા હાઇવે રોડ ઉપરએક મહિન્દ્રા ટ્રેક્ટર નંબર  જીજે/19/એએફ/7321 ના ચાલકે પોતાનું મહિન્દ્રા ટ્રેક્ટર શેરડી ભરેલ હાઇવે રોડ ઉપર અડચણરૂપ ઉભુ રાખી મુક્યું હતું, ટ્રેક્ટરના ટેલરના પાછળના ભાગે ન તો સિગ્નલ લાઇટ ચાલુ હતી કે રીફ્લેક્ટર કે કોઇ પથ્થર કે ઝાખરા વિગેરેની આડસ પણ રોડ ઉપર રાખી ન હતી.

 

 

 

દરમિયાન ત્યાંથી ટ્રેક્ટરના પાછળના ભાગે એક હોન્ડા કંપનીની યુનિકોર્ન મોટર સાયકલ નંબર જીજે/26/ઈ/9910 નો ચાલક શિવાનંદ અતુલભાઇ ગામીત (ઉ.વ.28) રહે, જેસિંગપુરાતા.વ્યારા જી.તાપી નાઓ પોતાની સાઇડે હંકારી આવતા રોડ ઉપર અડચણરૂપ ઉભેલ ટ્રેક્ટરના ટેલરના પાછળના ભાગે અથડાઇ જતા શિવાનંદ ગામીત રોડ ઉપર મોટર સાયકલ સાથે પડી જતા તેને માથામાં કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તે જ સમયે મોટર સાયકલ ટેલર સાથે સ્પાર્ક થતા મોટર સાયકલમાં આગ ફાટી નીકળતા મોટર સાયકલ તેમજ તેનો ચાલક શિવાનંદ ગામીત આગની ચપેટમાં આવી ગયા હતા.જેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

 

 

 

બનાવ અંગે કમલેશભાઇ ઠગીયાભાઇ રહે, બારતાડ ગામ,ઉનાઇ-ગામીત ફળીયુ તા.વાંસદા જિ.નવસારી નાઓની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક વિરુધ્ધ ઇપીકો કલમ 279, 337, 304(અ),427 તથા MV act કલમ 177,184 મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application