ડોલવાણના કણધા ગામે રહેતા એક વૃદ્ધ તેની મોટી દીકરીને દવા આપવા માટે પગપાળા ગારપાણી ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં કંઈક બોલતા જઈ રહ્યા હતા. જે બાબતે એક ઈસમે વૃદ્ધ ને માથાના ભાગે લોખંડના સળિયા અને લાકડી વડે સપાટા મારી ગંભીર ઈજા પહોંચાડી કરપીણ હત્યા કરી હુમલાખોર હત્યારો ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાનાં કણધા ગામે ગૌચર ફળીયામાં રહેતા બાબલુભાઇ લખિયાભાઇ કોંકણી (ઉ.વ.60) તેની પત્ની મયનું બેન સાથે રહી ખેતી કામ કરી જીવન ગુજારે છે.બાબલુભાઈની મોટી દિકરી જશોદાબેન બિમાર હોઇ તેઓને દવા આપવા માટે ડોલવણ ના ગારપાણી ગામે જવા પગપાળા જ નિકળ્યા હતા. ત્યારે રાત્રીનાં આશરે નવેક વાગ્યાના અરસામાં બબડતા-બબડતા ચાલતા જતા હતા ત્યારે વરજાખણ ગામની સીમમાં ડુંગરી ફળીયામાં શંકર જેઠિયાભાઇ કોંકણીના ખેતર પાસે વરજાખણ ગામે ડુંગરી ફળિયામાં રહેતા પ્રકાશ છગનભાઇ ઢોડીયા પટેલે, તેઓને બોલે છે તેવું લાગતા એકદમ આવેશમાં આવી ગયો હતો.
પ્રકાશ ઢોડીયા પટેલે આ બાબલુભાઇ કોંકણીને લાકડીના સપાટા તેમજ લોખંડના સળીયા વડે માથામાં તથા કપાળના ભાગે જીવલેણ હુમલો કરતા બાબલુ કોંકણી ગંભીર રીતે ઘવાયા હતા. બબલુભાઈ લોહીલુહાણ થઈ જતા તેઓને સારવાર માટે સરકારી દવાખાને લઇ જતા રસ્તામાં જ મોત નિપજ્યુ હતુ.
બનાવ અંગે ઉમેદભાઇ બાબલુભાઇ કોંકણી રહે.કણધા ગામ ગૌચર ફળીયા તા.ડોલવણ નાઓની ફરિયાદના આધારે પોલીસે ફરાર ઈસમ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-૩૦૨ તથા GPAct -૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500