ડોલવણના વાંકલા પાસે બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વ્યારાના બાલપુર ગામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ ડોલવણ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ વ્યારાના બાલપુર ગામના દાદરી ફળીયામાં રહેતા ફરીયાદી દિનેશભાઈ ઉકાજીભાઈ ગામીતની દીકરો રાકેશભાઈ દિનેશભાઈ ગામીત ગત તા.૦૧/૦૫/૨૦૨૩ નારોજ ડોલવણના પંચોલ ગામીત બાઈક નંબર જીજે/૨૬/એફ/૧૨૬૭ પર મિત્ર પ્રિન્સ ગામીત તથા ગાજિયા ગામીત સાથે બાઈક ઉપર બેસીને આ ત્રણેય જણા વ્યારાના બાલપુર ગામે જતા હતા તે વખતે આ બાઈક પ્રિન્સ ગામીત ચલાવતો હોય અને વાંકલા ગામ પાસે આવતા પાછળથી આવતી એટલે કે પંચોલ ગામ તરફથી આવતી એક બાઈક નંબર જીજે/૨૬/કયું/૭૯૦૯ ના ચાલકે ટક્કર મારતા બાઈક સવારો પટકાયા હતા જેના રાકેશને માથાના ભાગે વધારે ઇજા થયેલ હોય જેથી તેને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
જોકે સારવાર દરમિયાન તા.૧૦/૦૫/૨૦૨૩ નારોજ રાકેશ ગામીતનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મૃતક યુવકના પિતા દિનેશભાઈ ઉકાજીભાઈ ગામીતએ બાઈક નંબર જીજે/૨૬/કયું/૭૯૦૯ ના ચાલક વિરુદ્ધ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application