મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં વાંકલા ગામમાંથી પસાર થતી ઓલણ નદીના પુલથી બેડચીત તરફ જતાં રસ્તા ઉપરથી એક ટેમ્પોમાંથી વગર પાસ પરમિટે રૂપિયા 4.86 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે પોલીસને જોઈને ભાગી છુટેલ બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ડોલવણ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા તે દરમિયાન વાંકલા ગામાંમથી પસાર થતી ઓલણ નદીના પુલથી બેડચીત તરફ જતાં થોડે આગળ રોડ ઉપરથી એક ટેમ્પો ઉભો જોવા મળ્યો હતો અને ટેમ્પો પાસે બે ઈસમો ઉભા હતા જે પોલીસ સ્ટાફના માણસોને જોઈ ભાગી છૂટ્યા હતા.
ત્યારબાદ પોલીસે ટેમ્પો નંબર GJ/15/YY/6798 જેની નંબર પ્લેટ ખોટી હતી જેમાં તપાસ કરતા ટેમ્પોમાંથી વગર પાસ પરમિટે કુલ 163 બોક્ષ મળી આવ્યા હતા જેમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂ તથા બિયર ટીનની કુલ 6,444 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 4,68,000/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આમ, પોલીસે સ્થળ ઉપરથી ઈંગ્લીશ દારૂનો જથ્થો, 1 નંગ મોબાઈલ બે નંબર પ્લેટ, ટેમ્પો તેમજ ટેમ્પોમાંથી મળી આવેલ દસ્તાવેજો મળી કુલ રૂપિયા 10,86,500/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ટેમ્પો પાસે ઉભેલ બે ઇસમોએ પોલીસને જોઈને ભાગી છૂટતા બંને ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500