મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણ તાલુકાનાં પાટી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા કમલેશભાઈ શંકરભાઈ ગામીત નાઓ ગત તારીખ 15/11/2023નાં રોજ મોડી સાંજે પોતાના કબ્જાની બાઈક લઈને ડોલવણ ચાર રસ્તાથી પાટી ગામ જતાં હતા. તે સમયે કમલેશભાઈનાં પેન્ટનાં ખિસ્સામાં મુકેલ વિવો કંપનીનો Y-75 (8+128 G) મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 18,990/- જે રસ્તા પર પડી જતાં આ ફોનને કોઈ અજાણ્યો ઈસમને મળી જતાં મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી પોતાની પાસે રાખી લીધો હોય જેવો ગુનો કર્યો હતો. બનાવ અંગે કમલેશભાઈ ગામીત નાએ ગુરૂવારનાં રોજ ડોલવણ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application