Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ : બાઈક સ્લીપ થતા ચાલકનું મોત,બીજાને ઈજા

  • October 04, 2023 

ડોલવણના બોરકચ્છ સીમમાં કરંજખેડ-પદમડુંગરી તરફ જતા રોડ ઉપર બાઈક સ્લીપ થતા પટકાયેલ બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે તેની પાછળ બેસેલ યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી.


ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 hi લખી મોકલો 

મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના વઘઈના જામનપાડા ગામના ઉપલું ફળિયામાં રહેતા સુરેશભાઈ ભાયજુભાઈ ખોટર્યાનો દીકરો આનંદભાઈ (ઉ.વ.૨૩) અને નવીનભાઈ ધનાભાઈ ભોયે તા.૦૨-૧૦-૨૦૨૩ ના રોજ યામાહા કંપનીની આર-૧૫ બાઈક નંબર જીજે-૨૧-બીક્યુ-૬૮૭૨ ઉપર સવાર થઈ ડોલવણ તાલુકાના બોરકચ્છ ગામની સીમમાં આવેલ કરંજખેડથી પદમડુંગરી તરફ જતા રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન બાઈક સ્લીપ થતા બાઈક ચાલક આનંદને માથાના ડાબી સાઈડએ ગંભીર ઈજા થતાં તેનું વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જ્યારે બાઈક પાછળ બેસેલ નવીનભાઈને જમણા હાથના પંજા ઉપર ઇજા પહોંચી હતી.ઘટના અંગે ડોલવણ પોલીસ મથકે સુરેશભાઈ ભાયજુભાઈ ખોટર્યાએ ફરિયાદ આપતા ડોલવણ પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application