તાપી જિલ્લાના ડોલવણ તાલુકા સેવા સદન ખાતે આજરોજ કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને સાંસદ,જિલ્લા વિકાસ અધિકારી,તાલુકા પ્રમુખ,એન.ડી.આર.એફ.ની ટીમની ઉપસ્થિતિમા વરસાદ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
હાલમા સમગ્ર દક્ષિણ ગુજરાતમા થઈ રહેલા ભારે વરસાદ ને કારણે નીચાણવાળા વિસ્તારના રસ્તાઓ બંધ થવા,નાના કાચા મકાનો પડી જવાના બનાવો બન્યા છે ત્યારે સમગ્ર જિલ્લા ની પરિસ્થિતિ ને ધ્યાને લેતા કલેક્ટર શ્રી વઢવાણિયાએ ડોલવણ વિસ્તાર ની મુલાકાત લઈ લાઈન ડિપાર્ટમેન્ટ ના અધિકારીશ્રીઓ સાથે કામગીરી ની સમીક્ષા કરી હતી. તેમણે નીચાણવાળા વિસ્તાર ના લોકો માટે શેલ્ટર હોમ વ્યવસ્થા,ભોજનની સગવડ,જાન-માલના નુકસાન સમયે ચુકવવાની સહાય વિગેરે બાબતે ચર્ચા કરી હતી.અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર મા નદી નાળાના રસ્તાઓ બંધ થતા તાત્કાલિક રીપેર કરી શરુ કરી જનજીવન યથાવત કરવા જીલ્લા વહીવટી તંત્ર કટીબદ્ધ છે.
હવામાન વિભાગ ની આગાહીને પગલે તથા ડાંગ જિલ્લાની સરહદે આવેલા ડોલવણ તાલુકાના પાટી-પંચોલ-પીઠાદરા-કરંજખેડ રસ્તા ઉપર વરસાદી પાણીથી નુકસાન થતા પાણી,પંચોલ, અંધારવાડીદુર,પીઠાદરા,કરંજખેડ,બેસનીયા,ધોળકા વિગેરે ગામો પ્રભાવિત થયા હતા. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આ ગામોની મુલાકાત લઈ સબંધિત અધિકારીશ્રીઓ ને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.સમીક્ષા બેઠકમા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,કારોબારી અધ્યક્ષ,સરપંચ સહિત સેવાસદન સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500