ડોલવણના કરંજખેડ ગામનાં 23 વર્ષીય યુવકનો પદમડુંગરીનાં જંગલ વિસ્તારમાંથી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી હતી. જોકે આ મામલે દોડતી થયેલ તાપી એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકમાં હત્યાનો ગુનો ઉકેલી એક કિશોર સહિત ત્રણની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, કોરોનો કાળમાં સરકારી કર્મચારી એવા પિતાનું મોત થતા જેમના વળતરના પેટે રૂપિયા 50 લાખ તથા પીએમ પેન્શનના નાણા વગેરેની ચાલતી ટકરારમાં ભાઈએ 3 લાખની સોપારી આપી સાવકાભાઈનું સોપારી આપી મોતને ઘાટ ઉતારી દીધાનું કાવતરું ખુલ્યું છે.
ડોલવણ તાલુકાના કરંજખેડ ગામના આખર ફળિયાના રહેતો 23 વર્ષીય સંપતભાઈ કિરણભાઈ કોંકણી નાની ગત તારીખ 10/09/2023ના રોજ પદમડુંગળી ગામે વખાર ફળિયાની સીમમાં આવેલ જંગલમાંથી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો જોકે આ યુવકની ગોળી મારી હત્યા કરાઈ હતી પોલીસ અધિકક્ષ તાપીની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસે અંગત બાતમીદાર સક્રિય કરી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે શકમંદ ઈસમોની પૂછપરછ હાથ ધરી હતી. જેના આધારે એલ.સી.બી. સ્ટાફને બાતમી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ સંદીપ કોંકણી એક કિશોર તથા કિરણ બાગુલ એક મારુતિ ઇકોમાં ફરે છે જેઓ ડોલવણના ડુંગરડા ગામ પસાર કરી રાયગઢ તરફ જઈ રહ્યા છે. જેથી એલ.સી.બી.એ રસ્તા ઉપર અલગ-અલગ ટીમ બનાવી વોચ ગોઠવી હતી.
તે દરમિયાન મારુતિ ઇકો નંબર GJ/26/AB/0623ને અટકાવી તપાસ કરતાં એક કિશોર તથા બે ઈસમો અને તેમની પાસેની બેગમાંથી હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ હાથા વાળી રાઈફલ સહિતની સામગ્રી મળી આવી હતી. જયારે ઝડપાયેલા આરોપી કિરણ સુરજીભાઈ બાબુલે કબૂલાત કરી કે, આ રાઇફલ વડે મે મારા સાથેના સંદીપ કોંકણી તથા કિશોર સાથે મળીને સંદીપના સાવકા ભાઈ સંપતને પદમડુંગરી પાસેના જંગલમાં મારી નાખ્યો છે. આમ, પોલીસે આરોપી પાસેથી મારુતિ ઇકો કાર, ડબલ બેરેલ તેમજ તેની નીચે લાકડાની પકડ સહિતનો આશરે બે ફૂટ લાંબુ એક નાળયું તથા લાકડા તથા લોખંડનો ટ્રિગર, ફાયરિંગ પિન સહિતનો આશરે 15 ફૂટ લંબાઈનો એક હાથાવાળી છુટ્ટી રાઇફલ અને સીસાની ધાતુના અલગ અલગ સાઈઝના ગોળ છરા તેમજ જીવતા કારતુસ અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 3,22,700/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500