મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં બામણામાળદુર ગામનાં સુથાર ફળિયામાં આવેલ એક છાપરામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફના માણસોને શનિવારનાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, અગાઉ પ્રોહી. ગુનામાં પકડાયેલ ઉમેશભાઈ રણજીતભાઈ ચૌધરી (રહે.બામણામાળદુર ગામ, સુથાર ફળિયું, ડોલવણ)નાએ સુથાર ફળિયાની સીમમાં પાડેલ છાપરામાં મોટા પ્રમાણમાં પ્રોહી. જથ્થો ઉતારેલ છે અને તે જથ્થો સગેવગે કરવાના છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યા ઉપર જઈ રેઈડ કરતા ત્યાં હાજર બે ઈસમો પાકી એક પોલીસને જોઈ ભાગી છૂટ્યો હતો અને એકને ઝડપી પાડી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સંજયભાઈ ઉર્ફે સામરો લાલસિંગભાઈ ગામીત (રહે.ગડત ગામ, આશ્રમ ફળિયું, ડોલવણ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમને સાથે રાખે તપાસ હાથ ધરતા વગર પાસ પરમીટે છાપરામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1,680 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,12,800/- હતી. આમ, પોલીસે સ્થળ ઉપરથી ઈંગ્લીશ દારૂનો જથ્થો, એક ટાવેરા ગાડી, એક સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ તથા 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 3,40,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે પોલીસને જોઈ ભાગી છુટેલ ઈસમને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500