Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંધારવાડીદૂર ગામે એક ઘરમાંથી ત્રીજી વાર સાપ નીકળતા લોકોમાં ડર

  • October 02, 2021 

ડોલવણ તાલુકાનાં અંધારવાડીદૂર ગામે એક જ ઘરમાંથી ત્રીજો સાપ નજરે પડતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે. અંધારવાડીદુર ગામના નિશાળ ફળિયામાં રહેતા, લવજીભાઈ ચૌધરીના ઘરમાંથી બે દિવસ પહેલા એક ઝેરી સાપ નજરે પડ્યો હતો જેને પકડવા માટે એનિમલ સેવિગના સભ્યને જાણ કરાતા સાપને પકડી લીધો હતો. જોકે ફરી પાછું ગતરોજ સાંજે રૂપસુંદરી પ્રજાતિનો સાપ ઘરમાં ઘુસી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો જયારે 3 દિવસમાં 2 વખત સાપ નીકળતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સાપને પકડવા એનિમલ સેવિંગ ગ્રુપના સભ્ય અનિલભાઈ ચૌધરી અને ધર્મશભાઈ ચૌધરીને જાણ કરતાં તરત જ સ્થળ પર આવીને સાપને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ઝેરી સાપને પકડી લીધો હતો અને એનિમલ સેવિગસના સભ્યએ સાપને જંગલમાં છોડવાની કવાયત હાથ ધરી હતી. આ અગાઉ પણ આજ ઘરમાં ધામણને પકડી લીધો હતો. એક મહીનામાં ત્રણ સાપને પકડી લેતાં લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application