સુરતમાં દિવસને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. રખડતાં ઢોરની સાથે હવે રસ્તે રખડતા શ્વાનના કારણે લોકો પરેશાન છે. ફરી એકવાર બે માસૂમ બાળકી પર શ્વાનને હુમલો કર્યો છે.
સુરતમાં ફરી એક શ્વાન અટેકની ઘટના સામે આવી છે. અહીં 2 બાળકી પર શ્વાન તૂટી પડતાં બંને બાળકી ગંભીર રીતે ઘવાઇ છે. આ પહેલા પણ શ્વાને એક બાળકીનું જીવ લીધો હતો. સુરતના ખજોદમાં 2 વર્ષની બાળકીને માથાના ભાગમાં શ્વાન 50 બચકા ભરી જતાં સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું. ફરી એકવાર શહેરના ભેસ્તાન વિસ્તારમાં શ્વાનના હુમલાની ઘટના બની છે. અહી ભેસ્તાન વિસ્તારમાં ઘરની બહાર બંને બાળકીઓ રમી રહી હતી.
આ દરમિયાન બંને બાળકીઓ પણ શ્વાને હુમલો કર્યો અને ગાલ અને પગમાં બચકા ભરી લેતા માસૂમના શરીરમાં અનેક જગ્યાએ ઇજા પહોંચી છે. શ્વાનનથી બાળકીના મોતના આંસુ હજુ સૂકાયા નથી ત્યાં ફરી બંને બાળકી પર હુમલો થતાં તંત્ર સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. આવી ઘટનાથી શહેરજનો ચિંતિત છે. સુરતમાં મોટી સંખ્યામાં ડોગ બાઇટના કેસ બની રહ્યાં છે. જેના પગલે હોસ્પિટલમાં પણ અલાયદો એક વોર્ડ ડોગ બાઇટના દર્દી માટે ઉભો કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં શ્વાનનો આતંક એટલો છે કે સરેરાશ લગભગ રોજના 40 કેસ અહીં ડોગ બાઇટના નોંધાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application