Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી : માંડલ ટોલ નાકાના વલણમાં સ્થાનિક તંત્ર અને ભાજપના અનેક પ્રયાસો છતાં કોઈ બદલાવ આવતો નથી, 145 રૂપિયા કાપ્યા

  • September 26, 2021 

તાપી જિલ્લાના સોનગઢ-વ્યારા હાઇવે માર્ગ પર જ્યારથી ટોલ નાકુ ઉભું કરવામાં આવ્યું છે. ત્યારથી જ વિવાદમાં રહ્યું છે. જેમાં ખાસ કરીને સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસુલાત મુદ્દે અનેક આંદોલન થયા ચક્કાજામ કરવામાં આવ્યા હોવાછતાં સ્થાનિકોને સમખાવા પૂરતી પણ રાહત મળી નથી.

 

 

 

 


ગત ઓગસ્ટ માસમાં ભાજપના કેટલાક આગેવાનોએ આગામી ત્રણ મહિના સુધી જીજે/26 પાર્સીંગના તમામ વાહનોને ટોલ મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

 

 

 

 

કલેકટર,એસપી,જિલ્લાના પ્રમુખ જયરામ ગામીત,ભાજપ અને આદિવાસી એકતા પરિસદના કાર્યકર્તાઓ મળીને એનએચઆઈના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી.જેમાં તાપી જિલ્લાની સ્થાનિક તમામ ગાડીઓને ટોલ ફ્રી કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં માંડળ ટોલ નાકા પર ભાજપ અને સ્થાનિક આદિવાસી આગેવાનો દ્વારા સ્થાનિકોને ટોલ માંથી મુક્તિ મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યું હતું.

 

 

 

 


જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો અને તાપી કલેકટર અને પોલીસ વિભાગની દરમ્યાનગિરી થી સ્થાનિકોને ટોલ મુક્તિ આપતા આંદોલન સમેટયું હતું. 

 

 

 

 


જોકે કેટલાક વાહનચાલકોએ લીધેલા ફાસ્ટટેગના એકાઉન્ટમાંથી સીન્ગલ ટ્રીપના 145 રૂપિયા કાપી લેવામાં આવી રહ્યા છે. જેના કારણે સ્થાનિક વાહન ચાલકો અને ટોલ કર્મીઓ વચ્ચે રકઝકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

 

 

 

 

 

સોનગઢના સ્થાનિક એક વાહન ચાલકે તાપીમિત્રને માહિતી આપતા જણાવ્યું હતું કે, શનિવારે એટલે કે,25મી સપ્ટેમ્બર નારોજ  સોનગઢ થી વ્યારા જવા માટે માંડલ ટોલ નાકે સ્થાનિક વાહન ચાલકો માટે ફ્રી કરાયેલી લેન માંથી વ્યારા ગયા હતા જોકે તે સમયે કોઈએ રોક્યા ન હતા પરંતું વ્યારાથી સોનગઢ પરત થતી વેળાએ ફ્રી કરવામાં આવેલ લેનમાં તેઓને રોકવામાં આવ્યા હતા અને મતદાન કાર્ડ,વિગેરે પુરવાઓની માંગણી કરી હેરાનગતિ કરવામાં આવી હતી તેમછતાં એ વાહન ચાલકના ફાસ્ટ ટેગ એકાઉન્ટ માંથી સિંગલ ટ્રીપના 145 રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા.

 

 

 

 

કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે તેમ માંડલ ટોલ નાકાના વલણમાં સ્થાનિક ભાજપ,આગેવાનો, કલેકટર, પોલીસ વિભાગના અનેક પ્રયાસો છતાં કોઈ બદલાવ આવતો નથી અને સ્થાનિક ભાજપના આગેવાનો અને તંત્ર ને પણ ટોલ નાકાના સંચાલકો ગાંઠતા નથી તે સ્પષ્ટ થઈ રહ્યુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News