હાલ રાજ્યમાં નાણાંકીય વર્ષ 2023-24 વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધુ રહેતી હોઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જાહેર રજાનાં દિવસે રાજ્યની તમામ સબ-રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવોનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોય જાહેર હિતને ધ્યાનમાં રાખી તા.૨૯/૦૩/૨૦૨૪ને શુક્રવારને જાહેર રજાના દિવસે રાજ્યની તમામ ૨૯૪ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં તા.૨૯/૦૩/૨૦૨૪ ના રોજ નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application