Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી સિવિલમાં સાત માસે જન્મેલા બાળકોની સારવાર કરી ડોક્ટરોએ બાળકોને આપ્યું નવજીવન

  • October 01, 2021 

નવસારીમાં સિવિલમાં કાર્યરત પીડિયાટ્રિક ડોક્ટર્સની 6 સભ્યોની ટીમે અડધા માસમાં જન્મેલા બે જોડિયા બાળકોની યોગ્ય સારવાર કરી તેમને બચાવીને ચમત્કાર કરી બતાવ્યો છે. ગણદેવી તાલુકામાં રહેતી ઉકીબેન હળપતિએ 29 અઠવાડિયાએ 905 અને 925 ગ્રામના બે જોડિયા બાળકોને નવસારી સિવિલમાં જન્મ આપ્યો હતો. બંને બાળકોની સ્થિતિ ગંભીર હોવાથી તાત્કાલિક તેમને એનઆઈસીમાં દાખલ કરી સિવિલ હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર આશિષ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સારવાર શરૂ કરી બંને બાળકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા. ત્યારે સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફની અથાક મહેનત અને નર્સિંગ સ્ટાફની સતત દેખરેખ અને કાળજીના લીધે 71 દિવસના સારવારના અંતે બંને બાળકોનું વજન 1.800 ગ્રામ થતા બાળકોને હોસ્પિટલ માંથી તંદુરસ્ત બન્યા બાદ રજા અપાઇ છે.

 

 

 

 

 

જયારે બીજા એક અન્ય કેસની વાત કરવામાં આવે તો, ગણદેવીના કોશિકાબેન હળપતિએ 27માં અઠવાડિયે 930 ગ્રામ વજનની બાળકીનો જન્મ આપ્યો હતો. જન્મ બાદ બાળકની તબીયત સારી ન હોવાથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દાખલ સમયે બાળકના હૃદયના ધબકારા ખૂબ ઓછા તેમ જ શ્વાસોશ્વાસ ઓછો હોવાથી બાળક રોગ નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ રેસિડન્ટ ડોક્ટર કમલેશ સહિતની ટીમે તાત્કાલિક સારવાર કરી બાળકીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. બાળકીને કુલ 16 દિવસ વેન્ટિલેટર પર તથા કુલ 29 દિવસ સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. બાળકીનું વજન ખૂબ ઓછું હોવાથી તેમજ અધૂરા માસે જન્મેલા હોય બાળકને વારંવાર શ્વાસ લેવામાં મુશ્કેલી આવતી હતી. અત્યંત ગંભીર પરિસ્થિતિમાં સારવાર કરી 75 દિવસના અંતે બાળકીનું વજન 1.525 ગ્રામ થતાં બાળકને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી જેથી 2 પરિવારોને સિવિલના ડોક્ટરોએ દેવદૂત બનીને તેમના બાળકોને મોતના મુખમાંથી પરત લાવી આપતાં પરિવારોએ ડોક્ટર્સની ટીમને અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application