એક તરફ શિયાળાની શરૂઆત, અને બીજી તરફ તહેવારોની સીઝન, કોરોનાના કેસ વધવા માટે બંને કારણો જવાબદાર છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપી સહિત ગુજરાતભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યાં છે. આવામાં દર્દીઓની સમયસર સારવાર મળે તે જરૂરી છે. તેથી દિવાળી માં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિએ આરોગ્ય વિભાગ દ્વારા વિભાગના તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરાઈ છે.
આરોગ્ય વિભાગના તમામ કર્ચમારીઓની રજા નામંજૂર કરાઈ છે. જાહેર આરોગ્યના અધિક નિયામકનો તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન અને નાયબ નિયમકોને પત્ર લખાયો છે. જે મુજબ,
તહેવારોના સમયમાં સંક્રમણ વધુ ફેલાવવાના ભયને કારણે રજાઓ નામંજૂર કરવા આદેશ કર્યો છે. માત્ર માંદગીના કિસ્સામાં વૈકલ્પિક વ્યવસ્થા બાદ જ રજા મંજૂર કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.વધુમાં તેમજ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ કરાયા છે.
તાપી જિલ્લામાં પણ ડોક્ટરોનું દિવાળી વેકેશન રદ
જિલ્લા આરોગ્ય અધિકારી ડો, હર્ષદભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર તાપીમાં પણ ડોક્ટરોનું દિવાળી વેકેશન કેન્સલ થયું છે. જનરલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો દિવાળી દરમિયાન ફરજ પર હાજર રહેશે.
દિવાળીમાં થતી બજારોની ભીડથી તંત્ર ચિંતિત બન્યું છે. દિવાળી બાદ કોરોના વધુ વકરવાની શક્યતા છે, જેથી તબીબોની રજા કેન્સલ કરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500