Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકાના ન્યૂયોર્ક શહેરની સ્કૂલોમાં હવે દિવાળીની રજાઓ રહેશે

  • June 28, 2023 

અમેરિકાના ન્યૂયોર્ક શહેરની સ્કૂલોમાં હવેથી દિવાળી શાળાકીય રજાનો દિવસ હશે. સત્તાવાળાઓએ આ અંગેની જાહેરાત કરી છે અને આને ભારતીય સમુદાય સહિત શહેરના રહેવાસીઓના વિજય તરીકે જોવામાં આવે છે. ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે, તેને ગૌરવ છે કે સ્ટેટ એસેમ્બલીએ અને સ્ટેટ સેનેટે દિવાળીને ન્યૂયોર્ક સિટી પબ્લિક સ્કૂલ હોલિડે બનાવવાનું બિલ પાસ કર્યુ. અમને વિશ્વાસ છે કે ગવર્નર આ બિલ પર સહી કરીને તેને કાયદો બનાવશે, એમ તેમણે સોમવારે સિટી હોલમાં આ વિશેષ જાહેરાત કરતા જણાવ્યું હતું.


એડમ્સે જણાવ્યું હતું કે, આ ફક્ત ભારતીય સમુદાયના જ લોકોને વિજય નથી પરંતુ દિવાળીની ઉજવણી કરતા બધા જ સમુદાયના લોકોનો વિજય છે, ન્યૂયોર્કનો વિજય છે. આ વર્ષથી ન્યૂયોર્ક શહેરમાં દિવાળી પબ્લિક સ્કૂલ હોલિડે હશે. ન્યૂયોર્ક સ્ટેટ ઓફિસમાં ચૂંટાનારી પ્રથમ ભારતીય મહિલા ન્યૂયોર્ક એસેમ્બલી મેમ્બર જેનિફર રાજકુમારે જણાવ્યું હતું કે, બે દાયકાથી સાઉથ એશિયન અને ઇન્ડો કેરેબિયને આના માટે લડત ચલાવી હતી.


આજે મેયર અને મને ગૌરવ છે કે દિવાળી ન્યૂયોર્ક શહેરમાં સ્કૂલ હોલિડે બનશે. રાજકુમારે જણાવ્યું હતું કે દિવાળીને રજા તરીકે જાહેર કરતો કાયદો ટૂંક સમયમાં બનશે. આ મહાન શહેરમાં છેવટે દિવાળીનો પબ્લિક હોલિડે જાહેર થયો. આજે છ લાખથી વધારે હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન અમેરિકકનોની સાથે ભારત, ગુયાના, ત્રિનિદાદ, નેપાળ અને બાંગ્લાદેશમાં વસનારાઓ પણ ખુશ થયા છે. તેઓની લાગણીઓ પણ આ બાબતને લઈને અમારી સાથે જોડાઈ છે. આજે અમે ગૌરવપૂર્વક કહી શકીએ છીએ કે દિવાળી ફક્ત હોલિડે નથી પણ અમેરિકન હોલિડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application