Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિવાળીનો તહેવાર એટલે પ્રકાશનો તહેવાર : જાણો પૂજાનું શુભ મૂહુર્ત અને સાધન સામગ્રી વિષે વિગતવાર....

  • November 11, 2023 

તાપીમિત્ર/તાપી : દિવાળીની તૈયારીઓ દરેક ભારતીય ઘરમાં જોરશોરથી ચાલી રહી છે. હિંદુ ધર્મમાં દિવાળીના તહેવારનું ખાસ મહત્વ રહેલું છે. ધામધૂમથી દેશમાં પ્રકાશનો તહેવાર ઉજવવામાં આવશે. કારતક માસની અમાસ તિથિએ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે લક્ષ્મીજી, ગણેશજી, ભગવાન રામ, માતા સીતા, માતા સરસ્વતી અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.



તો ચાલો જાણીએ શુભ મૂહુર્ત, પૂજાવિધિ, પ્રિય ભોગ, મંત્ર અને આરતી સહિત દિવાળી પૂજનની તમામ માહિતી આ પ્રમાણે છે. આ વર્ષે કારતક માસની અમાસ તિથિની શરૂઆત તારીખ 12 નવેમ્બરના રોજ બપોરે 2 વાગ્યેને 43 મિનિટે થશે અને તારીખ 13 નવેમ્બરના રોજ બપોરે 2 વાગ્યેને 56 મિનિટ પર સમાપ્ત થશે. દિવાળીની દિવસે પ્રદોષ કાળમાં માતા લક્ષ્મી, ગણેશજીની પૂજાનું ખાસ મહત્વ છે. તેથી આ વર્ષે તારીખ 12 નવેમ્બર, 2023નાં રોજ દિવાળી મનાવવામાં આવશે.



જાણો પૂજાનું શુભ મૂહુર્ત કયારે છે...


દિવાળીના દિવસે એટલે કે તારીખ 12 નવેમ્બરના રોજ સાંજે 5:38 વાગ્યાથી લઇને 7:35 વાગ્યા સુધી લક્ષ્મી પૂજા માટે શુભ મૂહુર્ત છે. આ સાથે જ તારીખ 12 નવેમ્બરની રાત્રે 11:35 વાગ્યાથી 13 નવેમ્બરનાં રોજ બપોરે 12:32 વાગ્યા સુધી લક્ષ્મી પૂજાનું નિશિતા કાળ મૂહુર્ત રહેશે.



દિવાળી પૂજાની સામગ્રી શું શું હોવું જોઈએ...


ધૂપ, દિપ, રોલી, કંકુ, અક્ષત, હળદર, સિંદૂર, કેસર, કપૂર, કવાલા, દૂર્વા, ફળ, ફૂલ, શેરડી, જનોઇ, નાગરવેલના પાન, ગુલાબ અને ચંદનનું અત્તર, કમળ કાકડીની માળા, શંખ, ચાંદીનો સિક્કો, કેરીના પાન, ગંગાજળ, આસન, ચોકી, કાજલ, હવન સામગ્રી, ફૂલોની માળા, નારિયેલ, લવિંગ, એલચી, કપડા, રૂ, મધ, દહીં, ગોળ, ધાણા, પંચામૃત, પતાશા, પંચ મેવા, મીઠાઇ, સરસવનું તેલ અથવા ઘી, માટીનો દવો અને કેળાના પાન વગેરે સામગ્રી એકઠી કરવાની રહેશે.



દિવાળીની પૂજા વિધિની રીત...


ઘરના ઇશાન અથવા ઉત્તર દિશામાં એક લાલ કપડું પાથરો. તેના પર લક્ષ્મીજી અને ગણેશની પ્રતિમા સ્થાપિત કરો. સૌ પ્રથમ ગણેશ-લક્ષ્મીનું આહવાન કરો અને ત્યારબાદ ગંગાજળમાં પાણી મિક્સ કરીને ગણેશજીને સ્નાન કરાવો અને ત્યારબાદ લક્ષ્મીજીને સ્નાન કરાવો. હવે માતા લક્ષ્મીજીને ગુલાબ કે કમળના ફૂલ ચઢાવો. તેમને ગુલાબનું અત્તર અને વસ્ત્રો અર્પણ કરો. આ સાથે જ ગણેશજીને વસ્ત્ર, ફૂલ અને ચંદનનું અત્તર ચઢાવો. હવે માતા લક્ષ્મી અને ગણેશજીની સામે પૂજાની તમામ સામગ્રી રાખો દો. તમામ દેવી-દેવતાઓને તમારી અનામિકા આંગળી દ્વારા ચંદન અને અક્ષત લગાવો. ત્યારબાદ દેવી લક્ષ્મી અને ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરો. પૂજા દરમિયાન કમળ કાકડીના માળા દ્વારા મંત્ર જાપ કરો અને તેમની આરતી ઉતારો. માતા લક્ષ્મી અને ગણેશજી સમક્ષ દક્ષિણા અર્પણ કરો અને પૂજા બાદ મંદિરમાં દાન કરો. પૂજા સમાપ્તિ બાદ ફરી એક વાર તેમની આરતી ઉતારો અને પૂજામાં થયેલી કોઇ પણ ભૂલોની માફી માંગી લો.



માતા લક્ષ્મીને કયા ભોગ ધરાવવા જોઇએ...


માતા લક્ષ્મીને ખીર ખૂબ જ પસંદ છે. તેથી દિવાળી દિવસે ભોગ માટે ખીર બનાવો. આ ઉપરાંત પૂજામાં તમે શિંગોળા, દાડમ, નારિયેલ, પાન, હલવા અને મખાનાનો ભોગ લગાવી શકો છો. આ દિવસે માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી રંગની મીઠાઇ ચઢાવી શકો છો. આ સાથે જ ગણેશજીને મોતીચૂર કે બેસનના લાડુ અને પીળા મોદકનો ભોગ લગાવી શકો છો



આ મંત્રોનો કરો જાપ...


લક્ષ્મીજીનો બીજ મંત્ર - ઓમ હીં શ્રીં લક્ષ્મીભયો નમઃ

ગણેશજીનો બીજ મંત્ર - ઓમ ગં ગણપતયે નમઃ



લક્ષ્મી માતાની આરતી :


ૐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા,

તુમ કો નિશદિન સેવત મૈયાજી કો નિસ દિન સેવત

હર વિષ્ણુ વિધાતા । ૐ જય લક્ષ્મી માતા ॥

ઉમા રમા બ્રહ્માણી, તુમ હી જગ માતા । ઓ મૈયા તુમ હી જગ માતા ।

સૂર્ય ચન્દ્ર માઁ ધ્યાવત નારદ ઋષિ ગાતા, ૐ જય લક્ષ્મી માતા ॥

દુર્ગા રૂપ નિરંજનિ સુખ સમ્પતિ દાતા, ઓ મૈયા સુખ સમ્પતિ દાતા ।

જો કોઈ તુમ કો ધ્યાવત ઋદ્ધિ સિદ્ધિ ધન પાતા, ૐ જય લક્ષ્મી માતા ॥

તુમ પાતાલ નિવાસિનિ તુમ હી શુભ દાતા, ઓ મૈયા તુમ હી શુભ દાતા ।

કર્મ પ્રભાવ પ્રકાશિનિ, ભવ નિધિ કી દાતા, ૐ જય લક્ષ્મી માતા ॥

જિસ ઘર તુમ રહતી તહઁ સબ સદ્ગુણ આતા, ઓ મૈયા સબ સદ્ગુણ આતા ।

સબ સંભવ હો જાતા મન નહીં ઘબરાતા, ૐ જય લક્ષ્મી માતા ॥

તુમ બિન યજ્ઞ ન હોતે, વસ્ત્ર ન કોઈ પાતા, ઓ મૈયા વસ્ત્ર ન કોઈ પાતા ।

ખાન પાન કા વૈભવ સબ તુમ સે આતા, ૐ જય લક્ષ્મી માતા ॥

શુભ ગુણ મંદિર સુંદર ક્ષીરોદધિ જાતા, ઓ મૈયા ક્ષીરોદધિ જાતા ।

રત્ન ચતુર્દશ તુમ બિન કોઈ નહીં પાતા, ૐ જય લક્ષ્મી માતા ॥

મહા લક્ષ્મીજી કી આરતી, જો કોઈ જન ગાતા, ઓ મૈયા જો કોઈ જન ગાતા ।

ઉર આનંદ સમાતા પાપ ઉતર જાતા, ૐ જય લક્ષ્મી માતા ॥



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application