Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચમાં વ્યાયામ શાળા ખાતે જિલ્લા કક્ષાની શાળાકીય કુશ્તી સ્પર્ધાનું આયોજન કરાયું

  • October 13, 2021 

ભરૂચની બટુકનાથ વ્યાયામ શાળા ખાતે ગતરોજ જિલ્લા કક્ષાની શાળાકીય કુશ્તી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં જિલ્લા શાળાઓમાંથી કુલ 42 વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. શાળાકીય કુશ્તી સ્પર્ધામાં અવિનાશ ચૌહાણ, બલરામ કહાર, આદિત્ય અનુશે, સમીર શેખ, સ્વયંમ રાવલ, ઇમરાન મણીયાર અને માંગલિયાં રાજપૂત વિજેતા જાહેર થયા હતા. આ તમામ વિજેતા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં તૈયારીઓ કરીને ભાગ લેનાર છે. કુશ્તી સ્પર્ધામાં બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી અર્જુન રાવળ, મહેશભાઈ, ગૌરવ ઠક્કર રમત-ગમત અધિકારી વિરલ પટેલ, સીનીયર કોચ રાજનભાઈ, સ્વાતિબેન, સૌરવભાઈ તેમજ પિનાકીન રાજપૂત દ્વારા ઇનામો વિતરણ કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application