Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગના કર્મયોગીઓએ 'રાષ્ટ્રીય એકતા શપથ' લીધી

  • October 30, 2021 

'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના વહીવટી તંત્રના જિલ્લા સ્તરથી લઈને ગ્રામ્ય સ્તર સુધીના કર્મયોગીઓએ 'રાષ્ટ્રીય એકતા ના શપથ' ગ્રહણ કર્યા હતા. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રસ્ટા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ને દેશ સમસ્તમા રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામા આવે છે. જેના ભાગરૂપે આજે ડાંગ કલેકટર ભાવિન પંડ્યાની આગેવાની હેઠળ જિલ્લા સેવા સદન ખાતે મહેસુલી અધિકારી, કર્મચારીઓએ એકતાના શપથ ગ્રહણ કર્યા હતા. તો જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકાર ડો.વિપીન ગર્ગની ઉપસ્થિતિમા જિલ્લા પંચાયતની જુદી-જુદી શાખાના શાખા અધિકારીઓ ઉપરાંત કર્મચારીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. આહવા ઉપરાંત જિલ્લાના વધઇ અને સુબિર તાલુકા ખાતે પણ મામલતદાર સહિતના અધિકારી, કર્મચારીઓએ શપથ ગ્રહણ કરી 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નો સંદેશ ગુંજતો કર્યો હતો. વન વિભાગની કચેરી ખાતે પણ નાયબ વન સંરક્ષક સર્વશ્રી અગ્નિશ્વર વ્યાસ, અને નિલેશ પંડ્યાની આગેવાની હેઠળ ફોરેસ્ટ ફોર્સ એ શપથ લીધા હતા, તો પોલીસના જવાનોએ પણ પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાના વડપણ હેઠળ શપથ લીધા હતા. જિલ્લા અને તાલુકા મથકો ઉપરાંત ગ્રામ્ય કક્ષાની કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો, પંચાયતો કક્ષાએ પણ રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કર્યા હતા.

 

 

 

 

 

રાષ્ટ્રીય એકતા દિવસે ડાંગના કર્મયોગીઓએ જે શપથ ગ્રહણ કર્યા છે, તે અક્ષરશઃ આ મુજબ છે. 'હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડતા, અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ, અને મારા દેશવાસીઓમા પણ આ સંદેશ ફેલાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છુ. જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી, અને કાર્યો થકી સંભવ બની છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું પોતાનું યોગદાન આપવા માટે પણ સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છુ.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application