‘આઝાદીના અમૃત મહોત્સવ’ની પૂર્ણાહુતિ સાથે ડાંગ જિલ્લાનો સ્વાતંત્ર પર્વનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વઘઇ ખાતે આયોજિત કરાયો છે. કાર્યક્રમ ઉજવણીને આખરી ઓપ આપતા કલેક્ટરશ્રી મહેશ પટેલે સંબંધીત વિભાગોને સોપવામાં આવેલી જુદી જુદી કામગીરીની સમીક્ષા હાથ ધરી, પરસ્પર સંકલન અને સહયોગ સાથે, આગામી સ્વાતંતત્ર્ય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવાનું આહવાન કર્યું હતું.
જિલ્લા કક્ષાના વઘઇના કાર્યક્રમ સાથે આહવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ટાકલીપાડા (પીપલાઇદેવી) તથા સુબીર તાલુકાનો કાર્યક્રમ કેશબંધ ગામે આયોજીત કરાયો હોઇ, આ તમામ કાર્યક્રમો સંદર્ભે અનુષાગિક કામગીરી પૂર્ણ કરવા અંગે પણ, કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરશ્રી સહિત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયાએ, સંબંધિત અધિકારીઓ સાથે કાર્યક્રમના સ્થળની મુલાકાત કરી, ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં, સ્વાતંતત્ર્ય પર્વ સાથે ઉજવાઇ રહેલા ‘મેરી માટી, મેરા દેશ’ અને ‘હર ઘર તિરંગા‘ કાર્યક્રમ સંબંધિત ચર્ચા પણ હાથ ધરવામાં આવી હતી. બેઠકનું સંચાલન કરતાં નિવાસી અધિક કલેક્ટરશ્રી શિવાજી તબિયાડે જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500