Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાંથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી જિલ્લા પ્રોહી સ્કોડ ટિમ

  • July 06, 2022 

સોનગઢમાંથી દારૂના ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા પ્રોહી સ્કોડ ટીમને સફળતા મળી છે.


મળતી માહિતી મુજબ જિલ્લા  પ્રોહી સ્કોડ ટિમના માણસો હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામભાઈ, સંદીપ સુરજીભાઈ,પ્રદીપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઇ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામભાઈને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે સોનગઢનગરમાં આવેલ ધીરજ હોસ્પિટલના બાજુના રોડ પરથી વ્યારા પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનો વોન્ટેડ આરોપી તીર્થકુમાર ઉર્ફે બોળો મહેન્દ્રભાઇ કોકણી રહે,હાથી ફળિયું સોનગઢ નાને ઝડપી પાડી પુછપરછ પકડાયેલા આરોપીએ વ્યારા પોલીસ મથકે નોંધાયેલ બંને ગુનાની કબૂલાત કરી હતી. જિલ્લા પ્રોહી સ્કોડની ટીમે ઝડપી પાડેલ વોન્ટેડ આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application