ડાંગ જિલ્લા કલેકટરશ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં ૧૧ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો. આહવા ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને ધ્યાનપૂર્વક સાંભળી, અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી.
સાથે જ જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ અરજદારોની સમસ્યાઓ નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પશુપાલન વિભાગ, વન વિભાગ, વિજ વિભાગ, સિંચાઇ વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગોના પ્રશ્નો બાબતે રજુઆતો કરવામાં આવી હતી. જે પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રજાજનોની રજૂઆતો રૂબરૂમાં સાંભળીને તેમની સમસ્યાઓનું ઝડપી અને કાયમી નિરાકરણ આવે તે માટે સંબંધિત અધિકારીઓને અસરકારક કામગીરી માટેના નિર્દેશ આપ્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500