સમગ્ર ભારત દેશના પ્રાથમિક તથા માધ્યમિક કક્ષાના ૧૦થી ૧૭ વય જૂથના વિધ્યાર્થીઓ માટે NCSTC નેટવર્ક, ન્યુ દિલ્હી, દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરીષદ-૨૦૨૩નું આયોજન કરવામા આવ્યુ છે. આ કાયક્રમ અંતર્ગત ગુજરાત સરકારના વિજ્ઞાન અને તંત્રજ્ઞાન વિભાગ અંતર્ગત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોષ્ટ), ગાંધીનગર પ્રેરીત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર–ડાંગ, દ્વારા “આરોગ્ય અને સુખાકારી માટે ઇકો સિસ્ટમની સમજણ” થીમ આધારીત જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરીષદ-૨૦૨૩નુ આયોજન આગામી સપ્ટેંબર માસમા કરવામા આવ્યુ છે. જેનુ ઓનલાઇન પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન ચાલુ કરાયું છે. આ માટે વિધ્યાર્થીઓએ શાળાના શિક્ષકો દ્વારા શાળાઓને આપવામા આવેલ લિંક પર પોતાનો પ્રોજેક્ટ રજીસ્ટર કરવાનુ રહેશે. એમ, કો-ઓર્ડીનેટર, રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરીષદ-૨૦૨૩, ડાંગ દ્વારા એક અખબારી યાદીમા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application