Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાનો “જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.23 માર્ચે યોજાશે

  • March 10, 2023 

મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને, ડાંગ જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.23/03/2023ના રોજ સવારે 11:00 વાગ્યા થી શરૂ કરીને, લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોના નિવારણ અંગે જિલ્લા કક્ષાએ કલેકટર ડાંગના અધ્યક્ષપણા હેઠળ, કલેકટર કચેરી, આહવાના સભાખંડમા “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામા આવનાર છે. આથી જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો જે ખાતા/કચેરીને લગતા હોઇ તે ખાતા/કચેરીને બારોબાર તા.18/03/2023 સુધીમા મોકલી, તેની એક નકલ કલેકટર ડાંગને મોકલી આપવા જણાવાયુ છે.







કલેકટર કચેરી ડાંગને લગતા પ્રશ્નો સિવાયના કોઇ પણ પ્રશ્ન, સીધા કલેકટર કચેરી ડાંગને મોકલવા નહી. ન્યાયની કોર્ટમા ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જયુડીશીયલ પ્રશ્નો, તથા નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમા લક્ષમા લેવામા આવશે નહિ. અરજદારએ એક જ પ્રશ્ન, સંપૂર્ણ વિગતોસહ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમા રજુ કરવાના રહેશે. રજુ કરવામા આવનાર પ્રશ્નોના કવર ઉપર “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.23/03/2023” એમ અચૂક લખવા અને ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે અરજદારે ઉકત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા અનુરોધ કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application