Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તાપી દ્વારા જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ 2022-23 ઓપનિંગ કાર્યક્રમ યોજાયો

  • January 19, 2023 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરીત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-તાપી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તાપી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તાપીના સંયુકત ઉપક્રમે આયોજીત પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ નાવિન્યપૂર્ણ કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા અને જિલ્લાની અન્ય શાળાના શિક્ષકોને માર્ગદર્શન મળી રહે તે હેતુસર તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પ્રાથમિક શાળા કપુરા ખાતે કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય મોહનભાઈ કોંકણી તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, ગ્રામપંચાયત, કપુરાના સરપંચની ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ ૨૦૨૨-૨૩નો ઓપનિંગ કાર્યક્રમ યોજાયો હતો.





આ કાર્યક્રમના અધ્યક્ષએ જણાવ્યું હતું કે, બાળકોને કઈ રીતે શીખવવું કે તે જલદીથી ગ્રહણ કરી શકે, તેવી આવડત મોટા ભાગના શિક્ષકોમાં છે. બાળકોને જે પણ કઇ નવું નવું શીખવામાં આવશે તો એ બાળકો ખૂબ આગળ જશે. જેમ બાળક મહેનત કરતુ હોય એના કરતા ડબલ મહેનત શિક્ષકોએ કરવાની હોય છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરું પાડતા જણાવ્યું હતું કે, બાળકોનો જો પાયો નબળો હશે તો આપણું બાળક માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં એ કાયમ માટે નબળું જ રહેશે. જે રીતે એક ખેડૂત પોતાના ખેતરમાં વાવણી કરે છે, નિંદામણ કરે, પાણી પીવડાવે, અને સારો પાક મેળવે છે એવી જ રીતે દરેક શિક્ષકે પ્રાથમિક શાળાના બાળકોની કાળજી લેવાની હોય છે. આ પ્રસંગે જિલ્લાનાં એજ્યુકેશનલ ઈનોવેશનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને નવાજવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ શાળાઓ દ્વારા એજ્યુકેશનલ પ્રદર્શની સ્ટોલ મુકવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને ઇનોવેટિવ રિસર્ચ કરવા અને અનાથ બાળકો માટે સવિશેષ પ્રયત્ન કરવાના સંકલ્પ લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News