Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરવાડ ગામમાંથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી જિલ્લા એલસીબી પોલીસ

  • June 13, 2021 

સોનગઢ પોલીસ મથક તથા નવસારી જિલ્લાના રૂરલ પોલીસ મથકના વિસ્તારમાં પકડાયેલા દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ચોરવાડ ગામમાંથી ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

જિલ્લા પોલીસવડાએ તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે આધારે એલસીબીના પીઆઇએ એલસીબી ટીમને નાસતા-ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હતી. દરમ્યાન શનિવારે હેડ કોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીભાઇ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણ મહિનાથી તેમજ નવસારી રૂરલ પોલીસ મથકના દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી સંજયભાઇ સોમાભાઇ ગામીત રહે.ચોરવાડ ગામ, કુવા ફળીયુ તા.સોનગઢ નાઓ પોતાના ઘરે આવેલ હોવાની પાકી બાતમીના  આધારે એલસીબીએ આરોપીને તેના ઘરમાંથી જ ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી અને પોતે નાસતો ફરતો હોવાનું જણાવ્યું હતું. આ મામલે એલસીબીએ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે આરોપીનો કબજો સોનગઢ પોલીસને સોંપ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application