Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના જુના બસ સ્ટેન્ડ પાસેથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી જિલ્લા એલસીબી પોલીસ

  • April 07, 2023 

વ્યારાના જુના બસ સ્ટેન્ડ પાસેથી દારૂના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે.


મળતી માહિતી મુજબ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો એએસઆઈ ગણપતભાઈ રૂપસિંહ બારિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈ, પિયુષભાઈ ચૌધરી સહિતનો સ્ટાફ વ્યારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ને મળેલ બાતમીના આધારે વ્યારાના જુના બસ સ્ટેન્ડ પાસેથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે અંજુ ધીરુભાઈ રાઠોડ રહે, બાવાગરનો ટેકરો તા.માંડવી જીલ્લો.સુરત નાને ઝડપી પાડી પૂછ પરછ કરતા સોનગઢ પોલીસ મથકે નોંધાયેલો દારૂના ગુનામાં પોતે સંડોવાયેલો અને નાસતો ફરતો હોવાની કબુલાત કરી હતી. એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ તા.૦૪/૦૪/૨૦૨૩ નારોજ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application