વડાપ્રધાનશ્રીના લધુમતી કલ્યાણ માટેની ૧૫ મુદ્દા અંગેની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકની જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા તથા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, આઈ.ટી.આઈ., આરોગ્ય, સમાજ કલ્યાણની કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, લધુમતીના સ્વસહાય જુથોને આપવામાં આવતી સહાય અંગેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ સૌ વિભાગના અધિકારીઓને લધુમતીના કલ્યાણ માટે જે તે વિભાગો દ્વારા આપવામાં આવતી સહાયની વિગતોનો રીપોર્ટ નિયમિત મોકલી આપવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application