જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમાં ૦૮ અરજદારોની અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો નવસારી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં ૦૮ જેટલા અરજદારોએ જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય રજુઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે પાર્કિંગ ખુલ્લુ કરવા બાબત, નામ સુધારણા, સરકારી પડતર ખરાબાની જગ્યા મંજૂર કરેલ, સ્ટોક રજીસ્ટ્રેશન બાબત, રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર કારખાના દૂર કરવા બાબત, બારોબાર રકમ પચાવી પાડનાર સામે આરોપી સામે કાર્યવાહી, પ્રતિબંધિત ઝાડ પરવાનગી વિના કાપવા બાબત અને રસ્તા બાબત સહિતના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળ્યા હતાં. અને તેમના પ્રશ્નોનો ઝડપથી નિકાલ માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં મોટાભાગના પ્રશ્નોનો મહદ્અંશે હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application