ડાંગ જિલ્લામા ચાલી રહેલા જુદા જુદા વિભાગો હસ્તકના વિકાસ કામોની સમીક્ષા કરતા, સાંસદ ડો. કે.સી.પટેલે સંદેશા વ્યવહારની સેવાઓની અસરકારતા વધારવા સાથે, યોજનાઓની સો ટકા લક્ષપૂર્તિ માટે સૌને સહિયાર પ્રયાસો કરવાની હિમાયત કરી હતી. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી 'ડ્રીસ્ટકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટિ' (દિશા)ની બેઠકમા, જિલ્લાના અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપતા ડો.પટેલે, જિલ્લામા ચાલી રહેલી કામગીરીથી એકંદરે સંતોષ વ્યકત કર્યો હતો.
દરમિયાન ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત તથા ધારાસભ્ય વિજયભાઇ પટેલે પણ, વિવિધ વિકાસ કામોમા જનપ્રતિનિધીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા સાથે, પ્રજાકિય કામો સમય મર્યાદામા પૂર્ણ કરવાની તાકિદ કરી હતી. ડાંગ ક્લેક્ટર ભાવિન પંડ્યાએ વ્યક્તિલક્ષી કેટલીક યોજનાઓમા અધિકારીઓને સો ટકા લક્ષ નિર્ધાર સાથે સમય મર્યાદામા કામગીરી પૂર્ણ કરવાની હાંકલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપીન ગર્ગએ પ્રજાકલ્યાણના કાર્યો, યોજનાઓના અમલીકરણમા, સ્થાનિક પદાધિકારીઓના સહયોગની હિમાયત કરી હતી.
બેઠકમા 'દિશા'ની ગત સભાની કાર્યકારી નોંધને બહાલી આપવા સાથે, ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શણ અને સંત સુરદાસ યોજના, ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન, યોજના રાષ્ટ્રીય કુટુંબ સરાપ (સંકટ મોચન) યોજના જળ ઉપરાંત સંચય-ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો, મિશન જળશક્તિ અભિયાન, નદીનેપુન:જીવિત કરવાના પ્રોજેકટ, પ્રધાનમંત્રી કિસાન સન્માન વિધિ, દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, સંશોધિત અને સુધારીત પરિણામ આધારીત લક્ષિત વિજ વિતરણ ક્ષેત્ર યોજના, આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સમગ્ર શિક્ષા અભિયાન, મહિલા અને બાળકલ્યાણ વિભાગની યોજનાઓ, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઈ-ગ્રામ સેન્ટર અને તેની સેવાઓ, મનરેગા યોજના, દિનદયાળ અંત્યોદય યોજના, રાસ્ટ્રીય ગ્રામીણ આજિવીકા મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના,સ્વચ્છ ભારત મિશન, સામુહિક અને વ્યક્તિગત શૌચાલય, ગોબરધન યોજના, સંદેશા વ્યવહાર,પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના,સુજલામ સુફલામ જળ સંચય અભિયાન, અમૃત સરોવર સહિત સાંસદની ગ્રાંટમાંથી હાથ ધરતા કામોની સમીક્ષા હાથ ધરવામા આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500