Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડ તાલુકાના ૧૪ ગામોમાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવો તાત્કાલિક અસરથી દૂર કરવાં જિલ્લા ક લેક્ટરનો આદેશ

  • January 01, 2021 

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, પુણે ખાતે દાખલ કરવામાં આવેલ ઓરિજીનલ એપ્લીકેશન નં.૧૬/૨૦૨૦ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલે ઓલપાડ તાલુકામાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવો તાત્કાલિક અસરથી દૂર કરવાં આદેશ કર્યા છે.

 

 

 

ઓલપાડ તાલુકાના મંદરોઇ, દાંડી, કુદીયાણા, કપાસી, કુવાદ, સરસ, ઓરમા, મોર, દેલાસા, નેશ, કાછોલ, હાથીસા, લવાછા અને તેના ગામોમાં વિવિધ બ્લોક નં.માં ઝીંગા તળાવ માટે કાયદેસર રીતે જમીન ફાળવવામાં આવી છે. પરંતુ આ તમામ ગામોમાં કાયદેસર જમીન સિવાયની સરકારી જમીનમાં તેમજ કીમ નદીના પટમાં ગેરકાયદેસર ઝીંગાતળાવો બનાવવામાં આવ્યાં છે. આવા ગેરકાયદે ઝીંગાતળાવો સ્વખર્ચે તાત્કાલિક અસરથી દૂર કરવા જિલ્લા કલેકટરશ્રીએ એક જાહેર નોટિસ દ્વારા જણાવ્યુ છે.

 

 

કોઇ વ્યક્તિને આ અંગે વાંધો કે રજુઆત હોય તો ૧૫ દિવસમાં ઓલપાડ મામલતદાર કચેરીમાં રજૂ કરી શકશે. અન્યથા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનાર વિરુદ્ધ જ.મ.કાની કલમ-૬૧ તથા ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) એક્ટ-૨૦૨૦ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ ઓલપાડ મામલતદારની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application