Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તિલકવાડાના ગણસિંડા ગામે આંગણવાડી-શાળાના બાળકોને પ્રવેશ અપાવતા જિલ્લા કલેક્ટર

  • June 29, 2024 

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા તિલકવાડાની ગણસિંડા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા. જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ગામના આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ના બાળકોનો વિદ્યારંભ કરાવી શિક્ષણના ધામમાં પ્રવેશ કરાવાયો હતો.

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત ત્રણ દિવસ દરમિયાન તમામ ગામોની આંગણવાડી-પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. રાજ્યકક્ષાએથી જિલ્લામાં પધારેલા ઉચ્ચ અધિકારીશ્રીઓ, સ્થાનિક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને અધિકારીશ્રીઓ આ ઉત્સવમાં સહભાગી બની બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આજે સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News