વિવિધ પ્રાથમિકતા વાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખી ડાંગ જિલ્લામા વર્ષ 2023-24 માટે નાબાર્ડના પીએલપીમા રૂ.223.81 કરોડના બેન્ક ધિરાણની શક્યતાનુ આકલન કરવામા આવ્યુ છે. જેમા એમએસએમઇ સેક્ટર માટે રૂ.48.17 કરોડ (21.52%) કૃષિ ક્ષેત્ર ને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ માટે રૂ.57.78 કરોડ (25.82%), મધ્ય અને લાંબી મુદ્તના ખેતી ધિરાણ માટે રૂ.50.95 કરોડ (22.76%), અને અન્ય પ્રાથમિકતા વાળા ક્ષેત્રો જેમ કે એક્સપોર્ટ, શિક્ષા, હાઉસિંગ, રિન્યુએબલ એનેરજી, અને સોશ્યલ ઇન્ક્રાસ્ટ્કચર માટે રૂ.66.91 કરોડ (29.89%) નુ આંકલન કરાયુ છે.
પીએલપીના આંકલન પ્રમાણે જિલ્લાના બેન્કોની વાર્ષિક ત્રણ યોજન। લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામા આવે છે, અને જિલ્લાની બેન્કો ધિરાણોના ટાર્ગેટ પૂરૂ પાડવા પ્રયાસો કરાય છે.
તા. 07 ડિસેમ્બર 2022 ના રોજ ડાંગ ખાતે યોજાયેલ બેન્કર્સની એક બેઠકમા ડાંગ કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના વરદ હસ્તે આ પીએલપીનુ વિમોચન કરવામા આવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500