ભરૂચ જિલ્લામાં કોરોનાની સંભવિત થર્ડ વેવને લઇને જિલ્લામાં કામગીરી સુચારૂ અને વ્યવસ્થિત રીતે પરિણામલક્ષી થાય તે હેતુસર આગોતરા આયોજન અર્થે જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને ગઇ કાલે કલેકટર કચેરીના સભાખંડમાં આરોગ્ય વિભાગના અધિકારી અને વિવિધ કામગીરી માટે નિયુકત થયેલ નોડલ અધિકારીઓ સાથે બેઠક મળી હતી.
કલેકટરશ્રી ધ્વારા કોરોના મહામારીના સંભવિત થર્ડ વેવની સામે નાગરિકોને રક્ષણ આપવા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. લોકોને કોરોનાથી બચાવી શકાય અને યોગ્ય અને પૂરતી સારવાર મળી રહે તે માટે જરૂરી હોસ્પીટલ, બેડની કેપીસીટી, ઓકસીજન બેડ,આઇસીયુ, બાયપેપ, વેન્ટિલેટર સાધનોની ઉપરાંત મેડીકલ ઇકવીપમેન્સ,ઓકિસજન પ્લાન્ટસ,ઓકિસજન કોન્સન્ટ્રટર, દવાઓ, મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ, ફાયર અંગેની એનઓસી, હોસ્પિટલોની વિઝીટ,મંત્રીશ્રીએ આપેલ સુચનાઓનો અમલ, વિગેરે બાબતોની વિસ્તૃત જાણકારી મેળવી ઉપયોગી માર્ગદર્શન પુરું પાડયું હતું. કલેકટરશ્રીએે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને નોડલ અધિકારીઓને સોંપેલ કામગીરી માઇક્રોપ્લાનીંગથી કામ કરવાની સુચનાઓ આપી હતી.
કોવિડ-૧૯ના વ્યવસ્થાપન અંતર્ગત વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે તેઓએ કામગીરીનું યોગ્ય અને અસરકારક સંકલન થાય અને જિલ્લામાં આ કામગીરી સુચારુ અને વ્યવસ્થિત રીતે પરિણામલક્ષી કામગીરી કરવા પર ખાસ ભાર મૂકયો હતો. નિયુકત થયેલ જિલ્લાના અધિકારીઓએ રાજયકક્ષાએથી નિમાયેલ અધિકારીઓ સાથે સંકલનમાં રહી તેમના ધ્વારા સુપરત કરવામાં આવતી તમામ કામગીરીનો ઝડપથી અમલ કરવાનો રહેશે અને સોંપેલ કામગીરી સુપ્રેરે અદા કરવાની રહેશે તેમ જણાવ્યું હતું.બેઠકમાં નોડલ અધિકારીશ્રી નિલેશ પટેલ ધ્વારા કોરોના અંગે થયેલ કામગીરી તેમજ સંભવિત ત્રીજી લહેરની તૈયારી અંગેના આયોજનનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500