PC & PNDT Act-1994 અંતર્ગત સુનિતાબેન બાગુલ અધ્યક્ષ, નારી અદાલત આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ચેમ્બરમાં યોજવામા આવી હતી. ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટિની બેઠકમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિંમાશુ ગામિત દ્વારા માસ દરમ્યાન PC & PNDT Act-1994 અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ તમામ સંસ્થાઓ દ્વારા ભરવામા આવતા સોનોગ્રાફી form-Fમા સંપૂર્ણ તેમજ સ્પષ્ટ વિગત ભરવા જણાવવામા આવ્યુ હતુ.
તેમજ સોનોગ્રાફીના ફોર્મ સમયસર ઓનલાઇન એન્ટ્રી કરી દર માસની 5 તારીખ સુધીમા જિલ્લા કક્ષાએ જમા કરવા જણાવ્યુ હતુ. ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીના સભ્ય સ્વ.શ્રી ગાંડાભાઈ પટેલનુ અવસાન થતા તેઓની જગ્યાએ નવા કમિટી સભ્યની નિમણુંક કરવા વધુમા જણાવ્યુ હતુ. આ બેઠકમા આહવા સિવિલ આર.એમ.ઓ ડો.રિતેશ ભ્રમભટ્ટ, માઈક્રોબાયોલોજીસ્ટ ડો.હેતલ રાઠોડ, બાળરોગ નિષ્ણાંત ડો. ભાવિન એસ. પટેલ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ ઉમાકાન્તભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500