Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે PC & PNDT Act-૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

  • October 20, 2023 

PC &PNDT Act-૧૯૯૪ અંતર્ગત તારીખ ૧૯/૧૦/૨૦૨૩ના રોજ ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમા The PC & PNDT Act-૧૯૯૪ હેઠળ તા.૨૩/૦૯/૨૦૨૨ના રોજ સ્ટેટ સુપરવાઇઝરી બોર્ડની ૧૩મી બેઠકની કાર્યવાહી નોંધ વચાણે લેવામા આવી હતી. જે તમામ મુદ્દાઓ બાબતે ડાંગ જિલ્લા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિંમાશુભાઇ ગામિત દ્વારા PC &PNDT Act અંતર્ગત કડક અમલીકરણ કરવા અંગેની ચર્ચા કરવામા આવી હતી.



જિલ્લામા સંલગ્ન તમામ સંસ્થાઓની દર માસે માઇક્રોપ્લાન મુજબ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા દર માસે ઓછામાં ઓછી એક ફરજીયાત મુલાકાત લેવાય, તથા ત્યાં કાર્યરત સોનોગ્રાફી મશીનની ચકાસણી કરી ચકાસણીનું ફોર્મ સંપૂર્ણપણે ભરી દર માસના અંતે જિલ્લામાં જમાં કરાવવાની ચર્ચા કરવામા આવી હતી. આ ઉપરાતં જિલ્લામા "બેટી વચાઓ-બેટી પઢાઓ" પ્રોગ્રામ અંગેના વર્કશોપનું આયોજન અગામી માસમા કરવુ, જેમા સાંસદ, ધારાસભ્ય તથા સ્થાનિક સભ્યો તથા PC PNDT ACT અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ ડોક્ટર ફરજીયાત હાજર રહેવા અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ બેઠકમા જણાવ્યુ હતુ. વધુમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ડાંગ જિલ્લાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં "બેટી વચાઓ-બેટી પઢાઓ" પ્રોગ્રામનો પ્રચાર-પ્રસાર થાય, જે માટે શાળાઓમા વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધઓનુ આયોજન કરવા બાબતની ચર્ચા કરવામા આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application