Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

The PC & PNDT Act અંતર્ગત ડાંગ જિલ્લાની ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઇ

  • August 26, 2023 

The PC & PNDT Act-1994 અંતર્ગત શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને, ડાંગ જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ચેમ્બરમા યોજવામા આવી હતી. આ બેઠકમાં The PC & PNDT Act અંતર્ગત જિલ્લામા સંલગ્ન તમામ સંસ્થાઓની દર માસે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા મુલાકાત લેવાય, તથા સોનોગ્રાફી મશીનનુ વેરીફિકેશન કરી ચેકલિસ્ટ ભરવામા આવે, અને તે દર માસના અંતે જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમા જમા કરવામા આવે તે અંગે ચર્ચા કરવામા આવી હતી.



“નારી વંદન સપ્તાહ” અંતર્ગત “બેટી બચાઓ-બેટી પઢાઓ” દિવસની ઉવજણીના ભાગરૂપે PC & PNDT Actના વર્કશોપનું આયોજન આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યુ હતુ. જે અંગેનો સપુર્ણ એહવાલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા તમામ કમિટી સભ્યોને જણાવવામા આવ્યો હતો. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હેમાશું ગામીત દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં સુબીર તાલુકો એસ્પ્રીરેશનલ તરીકે જાહેર થયેલ હોઇ, આ તાલુકાની શાળાઓમાં જઇ "બેટી વચાઓ-બેટી પઢાઓ" પ્રોગ્રામ અંગેના વર્કશોપનું આયોજન, માહે સપ્ટેમ્બર માસમાં કરવા અંગેની ચર્ચા કરવામા આવી હતી. દરમિયાન District Appropriate Authority PC PNDT ACTના ખાતામાં જમા થયેલ ફિ ની રકમ માંથી, PC PNDT ACTના Implementation માટે ખર્ચ કરવા સર્વે કમિટી સ્ભ્યોએ બહાલી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application