ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે, સંત શ્રી ગુરૂદેવ રાકેશભાઈની પ્રેરણાથી ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા નોટબુક, અને શૈક્ષણિક સાઘન સામગ્રીનુ રાહતદરે વિતરણ શરૂ કરાયુ છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને નાહરી કેન્દ્ર સામે, શિક્ષણ કોલોની ખાતે શરૂ કરાયેલા વિતરણ વેળા, આહવાના સંરપચ અને ઉપ સંરપચના હસ્તે દિપ પ્રગટાવી કામગીરીનો શુભારંભ કરાયો હતો.
આ પ્રસંગે નિવૃત્ત અમલદાર રાજેન્દ્ર દુષાણે અને કિરીટ પટેલ (કાકા)એ ઉપસ્થીતિ રહી સેવા કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, આ સેન્ટર દ્ઘારા છેલ્લા ૧૦ વર્ષથી ડાંગ જિલ્લામા સેવાકર્મી શ્રી દત્તાત્રેય મોરે તથા તેમની ટીમના સ્વયંસેવક ગૌરવ કટારે દ્વારા, ડાંગના વિઘાર્થી અને વાલીઓના લાભાર્થે સેવા પ્રવૃત્તિ હાથ ધરાઈ રહી છે. તા. ૧લી જુનથી દક્ષિણ ગુજરાતના ૬૦ કેન્દ્રો ઉપર સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા દરમિયાન દર વર્ષની જેમ નવા શૈક્ષણિક વર્ષમા રાહત દરે નોટબુક તથા શૈક્ષણિક સાધન સામગ્રીનુ વિતરણ કરાઈ રહ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500