બોમ્બે હાઇકોર્ટે દહેજ ઉત્પીડનના એક કેસમાં સુનાવણી કરતા એક મહત્ત્વનો આદેશ આપતા કહ્યું કે, અંતરિયાળ વિસ્તારમાં રહેનારા પતિના સંબંધીઓ પર પણ કરિયાવરની બાબતે કેસ દાખલ થઈ શકે છે. કલમ 498(A)ના કેસમાં એક વ્યક્તિના સંબંધીઓ વિરુદ્ધ ફરિયાદ રદ્દ કરવાની ના પડતા બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે કહ્યું કે, ઘણી વખત દૂર રહેનારા સંબંધીઓ પણ લગ્ન જીવનમાં દખલઅંદાજી કરે છે અને પત્નીને હેરાન પણ કરે છે. કોર્ટે આગળ કહ્યું કે, આ જ કારણ છે કે કરિયાવર ઉત્પીડન કેસોમાં ભારતીય દંડ સંહિતતા (IPC)ની કલમ 498 (A) અંતર્ગત પતિથી દૂર રહેનારા તેના સંબંધીઓ વિરુદ્ધ પણ કેસ દાખલ થઈ શકે છે.
જસ્ટિસ સુનિલ શુક્રે અને ગોવિંદ સનપની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં પતિ, તેના માતા-પિતા અને ભાઈ-બહેનને પોતાની વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ રદ્દ કરવાની માગણી કરી હતી. બાર એન્ડ બેન્ચના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર અને પીડિત પત્નીના વકીલોએ આ અરજી પર આપત્તિ દર્શાવી હતી. અરજીમાં એ વાતને આધાર બનાવવામાં આવી હતી કે આરોપી પતિ એકલો રહે છે, જ્યારે તેના માતા-પિતા અને ભાઈ-બહેન ક્યાંક દૂર રહે છે, તો એવામાં પીડિતા દ્વારા સાસરીવાળા આવે સંબંધીઓ પર લગાવવામાં આવેલા આરોપો ક્યાંયથી પણ યોગ્ય ઠેરવી શકાય નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500