પારડીનાં ભેંસલાપાડાની કોમલબેન અર્જુનભાઈ પાંડે તેના ઘરની બાજુની જગ્યા ઉપર ૭૦ વર્ષથી કબ્જો ધરાવે છે. જેના ઉપર અગાઉ બનાવાયેલી વાડ અડધી તૂટી ગઈ હતી. જેથી તેણે તે વાડ ફરી નવી બનાવવાનું શરૂ કર્યું હતુ. દરમિયાનમાં ઘરની બાજુમાં રહેતા ગુલાબભાઈ ઠાકોરભાઈ જોગી અને તેમના બે દીકરા હિતેશ ગુલાબ જોગી તથા અજયભાઈ ગુલાબભાઈ જોગી (તમામ રહે. પારડી, ભેંસલાપાડા)એ કોમલબેન સાથે ઝઘડો કર્યો હતો. આ સાથે જ તેઓએ કોમલબેનને અહીં વાડ બનાવવી નહિ તેમ કહીને મારા-મારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમયે કોમલબેન પાંડેને પેટમાં મૂઢ માર વાગ્યો હતો. ત્યારબાદ તેમને પારડીની મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટના અંગે પારડી પોલીસ મથકે ગુલાબ ઠાકોર જોગી તેમજ બંને પુત્ર હિતેશ, અજય જોગી સામે ફરિયાદ નોંધાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application