હોળીનાં દિવસે ઝઘડો થવાથી દાખલ કરાયેલા ક્રિમિનલ કેસને બંધ કરતા દિલ્હી હાઇકોર્ટે આરોપીઓને તેમના રહેઠાણનાં આસપાસનાં દરેક વિસ્તારમાં 10 વૃક્ષો વાવી દસ વર્ષ સુધી તેની દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ જસમિત સિંહે પોતાના આદેશમાં એફઆઇઆર રદ કરી આ આદેશ આપ્યો હતો.આ કેસમાં બંને પક્ષકારો વચ્ચે સમજૂતી થઇ ગઇ હતી. જોકે કોર્ટ અને પોલીસનો સમય બગડયો હોવાથી ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે પક્ષકારો કેટલાક સામાજિક કાર્યો કરે તે જરૂરી છે.
કોર્ટનાં આદેશ મુજબ વૃક્ષો વાવવાનું કાર્ય ચાર સપ્તાહમાં શરૂ થઇ જવું જરૂરી છે. તપાસ અધિકારીઓને આરોપીઓ દ્વારા વૃક્ષોનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે કે નહીં તેના પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે. આ કેસમાં દાખલ કરવામાં આવેલી એફ.આઇ.આર. અનુસાર 2017માં હોળીના દિવસે બોલાચાલી પછી ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક વ્યકિતએ બીજી વ્યકિતના માથા પર લાકડી મારી હતી. જોકે કોર્ટમાં કેસ રજિસ્ટર્ડ થયા પછી ઝઘડો કરનારા બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું અને બંને પક્ષકારો કેસ બંધ કરવા સંમત થઇ ગયા હતાં અને તેમણે કોર્ટને કેસ બંધ કરવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application